બહુમતીનો રાષ્ટ્રપ્રેમ કે દંભ !!!!!
એશિયા કપ ક્રિકેટમેચમાં પાકિસ્તાન સામે ભારત જીત્યું. ફટાકડા ફૂટ્યા તો કેટલીક જગ્યાએ કાકરીચારો પણ થયો.. ટ્રેનમાં અને બસોમાં ચર્ચાઓ ચાલી. મુસલમાનોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન વિરોધ ઝેર ઓકાયું. મુસલમાનો એ જાણે કે કોઈ ગુનો કર્યો હોય તેમ મો છુપાવીને બેસવું પડ્યું કે પોતાનો રાષ્ટ્ર પ્રેમ પરાણે બતાવવાની ફરજ પડી. બહુમતી હિન્દુઓએ રાષ્ટ્રપ્રેમનો ઈજારો લઇ લીધો છે !!!
ક્રિકેટમાં છતો થતો રાષ્ટ્રપ્રેમ કેમ બીજી બાબતોમાં દેખાતો નથી ???? કરોડોના કૌભાંડો, સહકારી બેંકોની ઉઘાડી લુટ.... જાહેર શિસ્તનો અભાવ .... ગંદકી ... પર્યાવરણને નુકશાન ..... વગેરે અગણિત બાબતોમાં રાષ્ટ્રપ્રેમ અદ્રશ્ય અને ક્રિકેટમાં, મુસલમાનોની વિરૂદ્ધમાં જ દેખાય !!! આવો દંભ દુનિયામાં બીજે ક્યાંય જોવા નહિ મળે.. છે ને મેરા ભારત મહાન !!!
No comments:
Post a Comment