યુધ્ધના “જોશ" માં વિનાશ "મુમકીન"
========================
એક બાજુ ચૂંટણીનો માહોલ છે તો બીજી બાજુ ભારત-પાક સીમા પર તણાવ ચરમસીમા એ છે. પાકિસ્તાનને સબક શીખાડવાની ઘડી બરાબર ચુંટણી ટાણે જ આવી ને ઊભી છે! લોકજુવાળનો પાક લણવાનો કીમિયો સરકાર અજમાવી રહી છે. આપણા સૈનિકોનાં મોત જરૂર આપણને બદલો લેવા પ્રેરે પણ આવા સમયે ધીરજથી કામ લેવાની જરૂર છે. વગર વિચાર્યું એક ખોટું પગલું ગંભીર પરિણામો સર્જી શકે જેની કલ્પના પણ ધ્રુજાવી શકે તેવી છે. દેશમાં આજે હિંદુ-મુસ્લિમ, દલિત-આદિવાસીઓની સમસ્યાઓ, બેકારી વગરે મુદ્દે ભારેલા અગ્નિ સમો આંતરવિગ્રહનો માહોલ સર્જાયેલો છે અને આવા ટાણે યુધ્ધ થાય તો દેશની બરબાદી નક્કી જ છે. વિશ્વમાં ક્યારેય યુધ્ધથી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું એ હકીકત છે.
શસ્ત્રોના વેપારી દેશો ચોક્કસ ભારત પાક યુધ્ધ ઈચ્છે જ. આજે ભારતને ટેકો આપનાર દેશો જયારે ભારત પાક યુધ્ધ થાય તો ભારતની પડખે આવશે ખરા? શું તેવા સમયે ભારતને લશ્કરી કે આર્થિક મદદ કરશે ખરા? યુધ્ધમાં સૌથી વધારે ખુવારી આપણા જવાનોની થશે. સામાન્ય જનતાની કમર તૂટી જશે. બંને દેશ બરબાદ થશે, જયારે યુધ્ધ છેડનાર બંને દેશોના રાજકીય સત્તાધીશોનો વાળ પણ વાંકો નહિ થાય. જવાનોના મોતનો મલાજો રાખ્યા સિવાય આપણા વડાપ્રધાન મોદી લોકોમાં “જોશ” ચઢાવી “મોદી .. મોદી ...મોદીનાં સૂત્રો બોલાવે છે. યુધ્ધ “મુમકીન” પણ વિનાશ નક્કી
ભારતનું મીડિયા રાજકારણીઓને રવાડે ચઢી જનમાનસને ઉશ્કેરવા લાગ્યું છે. ભારત-પાકની લશ્કરી તાકાતની સરખામણી કરવા લાગ્યું છે. યુધ્ધ થાય તો પાકિસ્તાનનો નાશ થવાની ભવિષ્યવાણી કરી રહ્યું છે. માની લો કે યુધ્ધમાં પાકિસ્તાનનો નાશ થઇ જાય પણ એમાં ભારતની શી હાલત થાય તેની જરા પણ ચર્ચા કરતા નથી. દુશ્મનને કમજોર સમજવાની ચેષ્ટા માત્ર મુર્ખાઓ જ કરી શકે. ન્યુઝ ચેનલો અને સમાચારપત્રોમાં મારી નાખો, તોડી પાડોના નાદ ગુંજવા લાગ્યા છે. મીડિયા એ તેની પત્રકારિતાનાં તમામ મૂલ્યો નેવે મૂકી યુધ્ધનો માહોલ ઉભો કરી દીધો છે. જુના યુધ્ધના વિડીયો દેખાડવા ચાલુ કરી દીધા છે. કેટલાક પત્રકારો તો મીલીટરી ગણવેશમાં સજ્જ થઇ શરમજનક રીતે પત્રકારિતા કરવા લાગ્યા છે. તેમની ભાષા ઉશ્કેરણીજનક અને નફરત પેદા કરનારી છે. ભારતનું મીડિયા તેની વિશ્વનીયતા ખોઈ બેઠું છે. એર સ્ટ્રાઈકમાં ૨૦૦, ૨૫૦ અને ૩૦૦ આતંકી માર્યાનો અલગ અલગ દાવો મીડિયા કરી રહ્યું છે. સાચું શું એ કોઈને ખબર નથી. રાતના ૩-૪ વાગ્યાના અંધારામાં માર્યા ગયેલા આતંકવાદીઓને મીડિયા કેવી રીતે ગણી શક્યું? ૨૦૦-૩૦૦ માર્યા ગયા હોય તો ૧૦ જણના પણ શબ તો બતાવો. ૨૦૦૦ની નોટમાં ચીપ હોવા જેવા આ સમાચાર હલકટ મીડિયા આપી રહ્યું છે. NDTVમાં રવિશકુમારની પત્રકારીતાને સલામ કરવી પડે. તથ્યો સાથે દેશહિતમાં એક જવાબદાર પત્રકારની ભૂમિકા અદા કરી રહ્યા છે. NDTV પ્રાઈમ ટાઇમમાં રવિશકુમાર તા. ૨૬ અને ૨૭ માર્ચ ૨૦૧૯ના વિડિયો વિચારપ્રેરક છે
. https://youtu.be/enz6uv-fPTE
મીડીયાએ કોઇપણ રાજકીય પક્ષનો હાથો બન્યા વગર સત્ય પ્રગટ કરવું જોઈએ. કટોકટીભર્યા સમયમાં મીડીયાએ પરિપકવતા દાખવવી જરૂરી છે. મીડિયા એ હમેશાં વિરોધપક્ષની ભૂમિકા ભજવી લોકોની સમસ્યાઓને વાચા આપવાની હોય. રાજકારણીઓએ જવાનોના મોત પર કે ધર્મના નામે મતોનું રાજકારણ બંધ કરવું જોઈએ. કોમવાદ, જાતિવાદ, સાંપ્રદાયિકતા અને વેરઝેર બંધ કરી દેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ ઉભું કરવું જોઈએ. યુવાવર્ગની બેરોજગારી દૂર કરવા યુધ્ધના ધોરણે કામ થવું જોઈએ. બેકારોની ફોજ દેશને અસામાજિકતા અને કટ્ટરવાદ તરફ લઇ જાય છે. દેશનો શૈક્ષણિક વિકાસ કરવામાં આવે, અંધશ્રધ્ધાઓ ને બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવાય તો ચોક્કસ યુવાવર્ગ અસામાજિક તત્વોનો હાથો નહિ બને અને રચનાત્મક કાર્યોમાં જોડાઈને પોતાનું જીવન શાંતિપૂર્વક જીવી શકશે. જેમાં સૌનું ભલું છે. “જેવું વાવીશું એવું લણીશું.”
https://youtu.be/aq9uxNhgiBQ

youtube.com
जिसकी आशंका की जा रही है उसकी एक झलक आज दिखी है, अगर यह उसी दिशा में जाती दिख रही है तो अब सबको…