ધાર્મિક લાગણી
ધાર્મિક લાગણી દુભાઈ ! --- એટલી બધી છીછરી હોય છે કે નાની સરખી બાબતને લીધે પણ આ ઘવાય છે. આને સમજવું ખુબ જરૂરી છે. વ્યક્તિ જયારે ધાર્મિક પ્રતીકોને ધર્મ સમજી લે છે ત્યારે આવું બને છે. આપણી ધાર્મિક લાગણી એટલી પોકળ ના હોવી જોઈએ કે તે વાતવાતમાં દુભાય, આપણે વિધિવિધાનો અને પ્રતીકોના ગુલામ બની જઈએ ત્યારે આ પરિસ્થિતિ પેદા થાય છે.ધાર્મિક લાગણી દુભાવાના આપણાં માપદંડો અલગ ના હોવા જોઈએ. જયારે સંઘ પરિવાર દ્વારા આવું કૃત્ય કરવામાં આવે ત્યારે શાંત રહે અને જયારે દૂત જેવા મેગઝીનમાં ભૂલથી કોઈ ફોટો છપાય ત્યારે કુદી પડે.
પ્રભુએ માનવીને ઈશ્વર સમાન બનાવ્યો. માનવી ઈશ્વરનું સર્જન છે એની સામે કઈ થાય ત્યારે આપણી લાગણી ઘવાતી નથી. સાધ્વી બેનો પર બળાત્કાર થયો તેના વિરોધમાં nadiad માં રેલી યોજેલી ત્યારે રાજ્યમાં શાંતિનું વાતાવરણ જાળવવું જોઈએ એવું કહીને સમાચાર પત્રોમાં જાહેરાત આપનારા જ દૂત સામે કેસ કરી બહાદુરી બતાવી રહ્યા છે!! આ લોકોને આપણે ઓળખવા પડશે.
No comments:
Post a Comment