Pages

Monday, March 12, 2012

 પુરાતત્વવિભાગની બેદરકારી કે આંખઆડા કાન ? : દીવમાં આવેલા ૨૦૦ વર્ષ થી વધારે જુના  પોર્ટુગીઝ શાસન સમયના આ કિલ્લામાં આવેલું ચર્ચ અને અન્ય ધાર્મિક ચિત્રોની દુર્દશા થઇ રહી છે.  ચર્ચમાં ક્રોસ કે અન્ય ધાર્મિક કોતરકામ ગાયબ થઇ ગયા છે ... ચર્ચની પવિત્રતા જળવાતી નથી તેની દીવાલો પર જોવા આવનારાઓએ નામો ચીતર્યા છે.  ચારે બાજુ કચરો નાંખવામાં આવ્યો છે.  સફાઈ કરવામાં નથી આવતી.  આ જોઈને પ્રશ્ન થાય છે કે શું આ હિંદુ મંદિર હોત તો તેની આ દશા હોત ખરી?

હવે જુઓ આકિલ્લાની બીજી બાજુ  જે પુરાણી નથી પરંતુ આ કિલ્લામાં કેવી રીતે આવી ગઈ?  અને તેની સાર સંભાળ કેવી લેવાય છે?  

 દીવના પોર્ટુગીઝ કિલ્લામાં મહાદેવ અને હનુમાન ક્યાંથી આવ્યા?
તાજું બનેલું આ શિવ મંદિર પોર્ટુગીઝ કિલ્લામાં કોણ લાવ્યું?  કોણે પરવાનગી આપી?   આ મંદિર સ્વચ્છ રખાય છે જયારે આજ કિલ્લામાં પુરાણું ચર્ચ નામશેષ થવાના આરે છે !!!

આ મંદિરમાં સજાવટ જોઈ શકાય છે.  શિવલિંગ પણ આવી ગયું છે પરંતુ ચર્ચમાં ક્રોસ જે હોવો જોઈએ તે નથી લાવવામાં આવતો !!!  આ છે ભારતની બિનસાંપ્રદાયીકતા !!!!
હવે હનુમાન મંદિરનું આયોજન??? સાંપ્રદાયિકો આટલેથી અટક્યા નથી.  તેમનું આગામી આયોજન છે કે આ કિલ્લામાં હનુમાન મંદિર બનાવવું .....  આ માટે તેમણે હનુમાનની મૂર્તિ મુકી દીધી છે.  તેની આગળ એક પત્થર મૂકી તેની પર ફૂલ અને અગરબત્તી થાય છે !!!!!  ત્યાનો ગાઈડ જોવા આવનારને હનુમાન પહેલા બતાવે છે !!!  થોડા સમયમાં ત્યાં હનુમાનનું મંદિર આવી જશે.  છે કોઈ તેમને રોકનાર ???

No comments:

Post a Comment